તાલુકા પોલીસની કાર્યવાહી : રૂ.5.43 લાખની રોકડ કબ્જેમોરબી : મોરબીના બેલા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને રૂ.5.43 લાખની રોકડ સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે બેલા (રંગપર) ગામે રમેશભાઈ પરષોત્તમભાઈ અધારાના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમાઈ છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા રમેશભાઈ પરષોત્તમભાઈ અઘારા, વિનોદભાઇ મગનભાઈ સંઘાણી, વસંતભાઇ ગાંડુભાઈ ચાપાણી, ભરતભાઈ શિવલાલભાઈ સંઘાણી, અકિતભાઈ રણછોડભાઈ કણસાગરા, વિનોદભાઇ ઉર્ફે વિનુભાઈ રૂગનાથભાઇ માકાસણાને રૂ.5,43,900ની રોકડ તેમજ મોબાઈલ અને વાહન મળી કુલ રૂ.10.83 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.