રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું મોરબી : મોરબી જીલ્લામાં દરરોજ પકડતો દારૂને આવતો અટકાવવા તેમજ સંભવિત ડ્રગ ના આવે તે માટે પૂરતા પગલાં લેવાની માંગ સાથે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું. આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લામાં દરરોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડવાના સમાચાર સાંભળવા મળે છે. પોલીસ વિભાગ નાના નાના દારૂના ધંધાર્થીઓને પકડે છે. પરંતુ આ સીલસીલો કોઈ દિવસ બંધજ થતો નથી તેનો અર્થ એજ છે કે મોટા મગરમચ્છોને પકડવામાં નથી આવતા. ફક્ત નાના નાના દારૂ ધંધાર્થીઓને જ પકડીને પોલીસ ડીપાર્ટમેન્ટ પોતાનું કામ બતાવી રહ્યું છે. જો ખરેખર દારૂની બદીને મોરબી જીલ્લામાં બંધ જ કરવી હોઈ તો મોટા મગર મચ્છો ને પકડવા જરૂરી છે. અને મોરબીની બોર્ડરની અંદર દારૂ આવે જ નહી તેવી કડક ચોકી પહેરો ગોઠવવો જરૂરી છે. મોટી હેરફેર કોઈ નાની ગાડીઓમાં ના જ થતી હોય આતો ટ્રક લોડમાં જ આવતો હોય તેવું લોકો કરી રહ્યા છે. પરંતુ પોલીસ નાની ગાડીઓ વારાનું ચેકિંગ કરે છે. આ ઉપરાંત નશાકારક ડ્રગનું જોખમ પણ મોરબીમાં આવી ગયાની વાતો સાંભળવા મળે છે. મોરબીના ઝીંઝુડામાં ડ્રગ્સનો ખુબજ મોટો જથ્થો પણ પકડાયેલ હતો. આ ડ્રગ્સ નાના ભૂલકાઓ અને યુવા પેઢીને તેનો શિકારના બનાવે તે માટે સ્કુલ કોલેજો આજુબાજુ વેચતા ખાધ્ય પદાર્થોની ચકાસણી કરવી જરૂરી છે. અને આનું ચેકિંગ સમયાન્તરે થવું ખુબજ જરૂરી છે. તો આ માટે મોરબી જીલ્લામાં એવી વ્યવસ્થા ગોઠવવા માં આવે કે દારૂ કે ડ્રગ્સ જીલ્લામાં આવેજ નહી તો આ માટે કડક અધિકારી મુકીને આવા આવકના પોઈન્ટો જ બંધ કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અન3 જો આવું કરવા માં નહી આવે તો લોકો સામે જનતા રેડ કરીને આવા લોકોને અને તેની સાથેની સાઠગાઠ વાળાઓને ખુલ્લા પાડવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.