એસટી બસોના રૂટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા અને વીજ પુરવઠો ખોરવાઈ નહી તેની તકેદારી રાખવા સૂચન : જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં 22844 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામોરબી : મોરબી જિલ્લામાં સુચારુ ઢબે બોર્ડની પરીક્ષા યોજાય તે માટે તમામ વ્યવસ્થાની આખરી ઓપ આપવામાં આવો રહ્યો છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તા.27 ફેબ્રુઆરી થી શરૂ થઈ રહી છે. ત્યારે કલેકટર ઝવેરીના અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ હતી.કલેકટરે સમગ્ર પરિક્ષાની જરુરી તમામ પાસાઓનો રીવ્યુ કરી સમગ્ર જીલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીને યોગ્ય સાનુકૂળ વાતાવરણમાં ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા જરુરી સુચનો કર્યા હતા. એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂટ ચાલે, જરુરી પરીક્ષા કેન્દ્રો પર નવા રૂટ ફાળવવા તેમજ વીજ વિભાગને વીજ પુરવઠો અવિરત રિતે મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. અધિક કલેક્ટર ખાચર દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ર પર જીલ્લાના વર્ગ 1 અને 2 ના અઘિકારીઓની નિમણુંક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજનની વિગતો રજૂ કરી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી.જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા તરફથી ધો 10 અને ધો 12 ની પરીક્ષા મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં કુલ 22844 વિધાર્થીઓ માટેની તમામ પુર્વ તૈયારી, પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમો આપવામાં આવી તેની માહિતી પુરી પાડવામાં આવી હતી.ધો 10ના ઝોનલ તરીકે એસ. જે. મેરજા અને ધો 12ના ઝોનલ તરીકે બી. એલ. ભાલોડિયા સંભાળશે. મિટિંગ આયોજન વ્યવસ્થા વર્ગ 2 પ્રવિણ અંબારીયા અને ભદ્રસિંહ વાઘેલાએ સંભાળી હતી. તેમ યાદીમાં જણાવાયુ છે.