મોરબી : ABVP મોરબી દ્વારા આજે એટલે કે, 19 ફેબ્રુઆરી ને બુધવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. મોરબીના જેલ ચોક ખાતે આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.