મોરબી : મોરબીમાં અવની ચોકડી પાસે સનફ્લોર સોસાયટી ખાતે ભગવાનજીભાઈ કુંવરજીભાઈ અમૃતિયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ કેમ્પમાં 85 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભગવાનજીભાઈ, જીગ્નેશભાઈ, ભાવિનભાઈ, અમૃતિયા, કિરણભાઈ મોરડીયા અને અમૃતિયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, સનફ્લાવર સોસાયટી પરિવાર, અમૃતિયા પરિવારનો આભાર માન્યો હતો. રક્તદાન કેમ્પની સાથે સુંદરકાંડ પાઠ, મહાપ્રસાદ અને રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી.