હળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસની હાર થતા તેના તાલુકા અને શહેર પ્રમુખોએ પોતાના પદ ઉપરથી રાજીનામાં આપી દીધા છે. હળવદ નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે 27 બેઠક તો કોંગ્રેસે 1 બેઠક ઉપર જીત હાંસલ કરી છે. કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહેતા હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો.કે.એમ.રાણા અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ દવેએ પોતાની જવાબદારી સ્વીકારી પોતાના પદ ઉપરથી રાજીનામાં આપી દીધા છે. તેઓએ આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી રાજીનામાં અંગેની જાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.