મોરબી : તારીખ 16 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 4 સુધી મોરબીના બગથળા ખાતે આવેલી વિનય વિદ્યામંદિર સ્કૂલ ખાતે SCIENSEA- 2025 ધરોહરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓએ વાલીઓ અને શિક્ષકોના સહયોગથી વિવિધ પ્રદર્શનો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા AIનો શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ, આયુર્વેદનું મહત્વ, ગણિત અને વિજ્ઞાન મેળો, પુસ્તક અને સાહિત્ય પ્રદર્શન, સામાજિક વિજ્ઞાન કોર્નર, કિડ્સ વર્લ્ડ, મેજિશિયન ગેમ્સ અને પઝલ્સ, પૌરાણિક વસ્તુઓ, હોરર હાઉસ અને ફૂડ સ્ટોલનું પ્રદર્શન ગોઠવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ ત રીકે ડો. સતીષભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ સતીષભાઈ બી. મેરજા, બગથળાના પૂર્વ સરપંચ ચુનીલાલ જે. ઠોરીયા, બગથળાના ઉપસરપંચ પરેશભાઈ આર. આંબલીયા અને માણેકવાડાના સરપંચ બ્રીજરાજ જે. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિનય વિદ્યામંદિર બગથળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.