બોલિવુડ કોરિયોગ્રાફર દિપીકા સોની ધુમ મચાવશેમોરબી : વિનર્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, વિનર્સ ડાન્સ એકેડમી- મોરબી દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી ને બુધવારના રોજ મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.વિનર્સ ડાન્સ એકેડમી મોરબી 21 વર્ષ પૂર્ણ કરીને 22મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે ત્યારે આ નિમિત્તે 19 ફેબ્રુઆરી ને બુધવારે સાંજે 6 કલાકે મોરબીના લીલાપર રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન-2025નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ ડાન્સ કોમ્પિટિશનમાં ડાન્સ પ્લસના ફાઈનલિસ્ટ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સના કોરિયોગ્રાફરથી જાણીતા બનેલા બોલિવુડ કોરિયોગ્રાફર દિપીકા સોની ધુમ મચાવશે. એન્કર તરીકે દિલીપભાઈ રવેસિયા, મિતલબેન ભાનુશાળી અને આર્યાબેન લોઠીયા ઉપસ્થિત રહેશે. આ કોમ્પિટિશનને સફળ બનાવવા વિનર્સ ડાન્સ એકેડમીના ડિરેક્ટર, રાજકોટ ડાન્સ એસોસિએશન ઓફ મોરબી સેક્ટરના પ્રેસિડેન્ટ સંજય વ્યાસ અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ડાન્સ કોમ્પિટિશનમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે સેવા આપી રહ્યું છે.