મોરબી : રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મોટાભાગની બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. ત્યારે ભાજપની આ જીતની મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ઉજવણી કરવામાં આવી હતી.https://youtu.be/WppejtQU45oમોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.