મોરબી : મોરબીમાં ભાજપના કાર્યકર્તાઓ માટે બની રહેલા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ -મોરબી'ની ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ રૂબરૂ મુલાકાત લીધી હતી.મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા ભાજપ ટીમના અથાગ પ્રયત્નથી ભાજપના કાર્યકર્તા માટેનું અદ્યતન સુવિધા સભર મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ -મોરબી'નું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. જિલ્લા ભાજપ કાર્યાલયના નિર્માણની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવા તથા ઉત્સાહ વધારવા આજે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ રુબરુ મુલાકાત કરી હતી. તેમજ કાર્યકર્તાને અનુકુળ આધુનિક સેવા સાથે કાર્યાલય નિર્માણ થાય એ માટે જરુરી સુચનો આપ્યા હતા.