બે વર્ષમાં મોરબી જિલ્લાના ખેડૂતોએ પકવ્યું 20 લાખ મણ સફેદ સોનુબે વર્ષમાં એકલા મોરબી યાર્ડમાં જ 4,00,071 ક્વિન્ટલ કપાસનું વેચાણ : ખેડૂતોને રૂ.1286થી રૂ.1664 સુધીના ભાવ મળ્યામોરબી : સિરામીક નગરી તરીકે ઓળખાતા મોરબી જિલ્લામાં નર્મદા અને મચ્છુ યોજનાની સિંચાઈ કેનાલનો લાભ મળી રહ્યો હોવાથી ખેતીક્ષેત્રે પણ મોરબી જિલ્લાએ મહત્વની સફળતા મેળવી હોવાના આંકડા મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવ્યા છે. ગત નાણાકીય વર્ષમાં મોરબી જિલ્લાના ખેડૂતોએ 2,20,556 ક્વિન્ટલ કપાસ અને 1,20,988 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરી વેચાણ કર્યું હતું. જેની સામે ચાલુ વર્ષમાં જાન્યુઆરી અંત સુધીમાં ખેડૂતોએ 1,79,515 ક્વિન્ટલ કપાસ અને 95,728 ક્વિન્ટલ ઘઉંનું વેચાણ કર્યું છે, એકંદરે પાછલા બે વર્ષમાં મોરબી યાર્ડમાં ખેડૂતોએ 20 લાખ મણ કપાસ એટલે કે, સફેદ સોનાનું વેચાણ કર્યું છે.મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર અને માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદા યોજના, મચ્છુ, ડેમી સહિતની સિંચાઈ યોજનાનો લાભ મળતો હોવાથી સિરામીક ઉદ્યોગની જેમ જ મોરબી અને હળવદ તાલુકામાં ખેતઉત્પાદનમાં કાઠું કાઢ્યું છે, ખાસ કરીને હળવદ અને મોરબી તાલુકામાં બાગાયતી ખેતીની સાથે જ ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતો મબલખ ખેત ઉત્પાદન કરે છે. મોરબી જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, ઘઉં, જીરું, ચણા અને વરિયાળી સહિતના પાકોનું ખેડૂતો વાવેતર કરે છે જેમાં કપાસ અને જીરું મુખ્ય છે.જો કે, વરસાદની અનિયમિતતા વચ્ચે પણ વર્ષ 2023-24માં મોરબી જિલ્લામાં ખેડૂતોએ લોહી પસીનો એક કરી 2,20,556 ક્વિન્ટલ કપાસ, 1,20,988 ક્વિન્ટલ ઘઉં, 21,235 કવીન્ટલ તલ, 18,132 ક્વિન્ટલ મગફળી અને 39,518 ક્વિન્ટલ જીરુંનું ઉત્પાદન કરી વેચાણ માટે લાવ્યા હતા. જેની સામે વર્ષ 2024-25માં જાન્યુઆરી અંત સુધીમાં જ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ 1,79,515 ક્વિન્ટલ કપાસ, 95,728 કવીન્ટલ ઘઉં, 22,471 ક્વિન્ટલ તલ, 32,605 ક્વિન્ટલ મગફળી અને 34,175 ક્વિન્ટલ જીરુંનું વેચાણ કર્યું હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.જીરુંએ ખેડૂતોને માલામાલ કર્યા 11,441 સુધીના મણના ભાવ મળ્યામોરબી જિલ્લામાં ખેડૂતો મગફળી, કપાસ, જીરું, ચણા, ઘઉં, રાયડો, વરિયાળી અને અજમા સહિતની ચીજોનું વાવેતર કરી રહ્યા છે જેમાં કપાસ અને જીરું ખેડૂતોની પસંદગીની જણસ છે, ચાલુ વર્ષે અને ગત વર્ષમાં ખેડૂતોને કપાસ પ્રતિ મણના નીચામાં 1286થી લઈ ઉંચામાં 1664 સુધીના ભાવ મળ્યા હતા. જેની સામે જીરુમાં ખેડૂતો માલામાલ બન્યા હતા. એક તબક્કે મોરબી યાર્ડમાં જીરુંના રૂપિયા 11,441ના ઉંચા ભાવે સોદા થયા હતા અને નીચામાં નીચા 4103 પ્રતિ મણના ભાવે પણ ખેડૂતોએ જીરું વેચ્યું હોવાના મોરબી યાર્ડના સત્તાવાર આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે.________________________________2023-24 માં થયેલ વિવિધ જણસીઓની આવક (ક્લિવટલમાં )________________________________માસ કપાસ ઘઉં તલ મગફળી જીરું ________________________________ એપ્રિલ 7271 34513 27 316 3404 મેં 2608 16087 2246 243 1574જૂન 1461 9540 8309 218 1259જુલાઈ 662 7678 2528 237 370ઓગસ્ટ 708 7539 837 60 168સપ્ટેમ્બર 6960 4428 358 454 119ઓક્ટોબર 59016 5262 4475 4123 124 નવેમ્બર 45189 4865 853 5332 104ડિસેમ્બર 28616 6110 870 4816 192જાન્યુઆરી 21849 3856 344 1303 220ફેબ્રુઆરી 31642 2100 356 571 8264 માર્ચ 14574 19010 32 459 23720________________________________કુલ 2,20,556 1,20,988 21,235 18,132 39,518________________________________2024-25 માં થયેલ વિવિધ જણસીઓની આવક (ક્લિવટલમાં )________________________________માસ કપાસ ઘઉં તલ મગફળી જીરું ________________________________ એપ્રિલ 7066 43778 67 379 8517 મેં 2493 15971 1672 349 9247જૂન 1574 8412 12452 622 3438 જુલાઈ 39 4366 1607 162 1528ઓગસ્ટ 22 3340 1031 26 1174સપ્ટેમ્બર 2152 4656 1181 292 2144ઓક્ટોબર 38797 3372 1245 6015 1877 નવેમ્બર 42909 6203 1063 13172 2091ડિસેમ્બર 57039 3182 1448 7864 2154જાન્યુઆરી 27424 2448 705 3724 2005________________________________કુલ 1,79,515 95,728 22,471 32,605 34,175________________________________