વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. વોર્ડ નં.4માં કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબેન રજાકભાઈ તરિયા, અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ તથા મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ વિજેતા બન્યા છે. જ્યારે વોર્ડ નં.3માં ભાજપના જીજ્ઞેશબબાઈ મહેશભાઈ નાગરેચા તથા આમ આદમી પાર્ટીના ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા વિજેતા બન્યા છે.