હળવદ : હળવદ નગરપાલિકાના વોર્ડ નં.5, 6 અને 7માં પણ ભાજપની પેનલ વિજેતા થઈ છે. જેમાં વોર્ડ નં.5માં ભાજપના ચંદુભાઈ ઠાકરશીભાઈ દલવાડી, મીનાબેન મ્યુરભાઈ ઠાકર સતિષભાઈ પટેલ, હર્ષાબેન અશ્વિનભાઈ પટેલનો વિજય થયો છે. વોર્ડ નં.6માં ભાજપના ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા, કેયુરભાઈ રતીલાલભાઈ લાડાણી, ધર્મીસ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર, ભરતભાઇ નાનુભાઈ કરોતરા વિજેતા બન્યા છે. વોર્ડ નં.7માં ભાજપના અશ્વિનભાઈ બાબુભાઇ ડાભી, ગીતાબેન રમેશભાઈ ગોલતર, દેવાભાઈ વેલાભાઈ ભરવાડ અને માધુબેન પ્રવીણભાઈ સીતાપરા વિજેતા થયા છે.