હળવદ : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે હાથ ધરાયેલ મતગણતરી બાદ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3મા જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, ફોરમબેન વિશાલભાઈ રાવલ, માયાબેન રાજીવભાઈ ઝાલા અને રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા વિજેતા બનતા ભાજપની આખી પેનલ વિજેતા બની છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.2માં પણ ભાજપની આખી પેનલ વિજેતા બની છે.