હળવદ : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં હળવદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ છે.હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા 1324 મતે, મહેશભાઈ કેશવજીભાઈ કંજારિયા 1240 મતે અને ભરતભાઈ ઝાલાભાઈ બાંભા 1353 મતે વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન ગોપાલભાઈ દોરાલાની 1107 મતે જીત થઈ છે. આમ વોર્ડ નંબર 1માં 3 બેઠક ભાજપના ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.