મોરબી : વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી માધવ સેવા અને પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે સમાજમાં માતૃભાષાનું મહત્વ અને માતૃભાષાનું ગૌરવ વધે તેવા ઉદ્દેશ સાથે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે તા. 21-2-2025 ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે અલગ અલગ વિસ્તારોમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આલાપ રોડ પટેલ નગર ખાતેના સિદ્ધિવિનાયક હનુમાન મંદિર, મિલાપનગરની પાછળ આવેલ સન ફ્લોરા સામે, મોરબી-2 ગરબી ચોક ઉમિયા ટાઉનશીપ તેમજ રવાપર-ધૂનડા રોડ વૈદેહી પ્લાઝા સામે મહાબલી હનુમાનજીના મંદિર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવશે. ત્યારે આ નાટકને જાણવા, માણવા અને નિહાળવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પરિવાર સાથે સમયસર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.