હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના મંત્રી રામભાઈ મહેતાની કમિશ્નરને રજુઆત મોરબી : મોરબી કલાનગરી હોય ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરવા માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના મંત્રી રામભાઈ મહેતા દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશ્નર સમક્ષ લેખિતના રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી કલાનગરી છે અહીંયા ઘણી બધી નાટ્યસંસ્થાઓ કાર્યરત છે. મ્યુઝિક પાર્ટીઓ છે. અવાર નવાર નાના બાળકોના ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. રાજકોટમાં બાલભવન છે તેમા બાળકો પોતાની કલાકૃતિઓ રજૂ કરી શકે છે. અહીં મોરબીમાં ટાઉન હોલ તો છે પરંતુ ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલ છે. જેની કોઈ સાર સંભાળ લેતું નથી. ત્યારે જો આ ટાઉન હોલ ચાલુ કરવામાં આવે તો મોરબીની આમ જનતા માટે નાટક શો, મ્યુઝિક શો, તેમજ અન્ય મનોરંજન કાર્યક્રમો વગેરેનું આયોજન કરી રજુ કરી શકાય. જો ટાઉન હોલ ચાલુ થાય તો આમ પ્રજાને મનોરંજનની તક મળે અને મહાનગરપાલિકાને પણ ભાડાની આવક થાય અને કલાકારોને પ્રોત્સાહન મળે, રોજીરોટી મળે, પ્રજાને પણ અનેકવિધ મનોરંજક સુવિધા પણ પ્રાપ્ત થાય. જે પ્રજા, કલાકારો અને નાના બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે તે માટે આ ટાઉન હોલ ચાલુ કરવા માંગ