મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી એવન્યુ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે તો આ લાઈટો તાત્કાલિક ચાલુ કરવા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, એવન્યુ પાર્ક મેઈન રોડ પર કૃષ્ણસિંહના ઘર પાસેની બે સ્ટ્રીટ લાઈટ બંધ છે. શેરી નંબર-2 બ્લોક નંબર 99માં જેઠુભાના ઘર પાસેની સ્ટ્રીટ લાઈટ બંધ છે. શેરી નંબર 2 અને 3ની વચ્ચેની શેરીમાં બ્લોક નંબર 118 પાસેની લાઈટ બંધ છે. શેરી નંબર 3માં ડો. કે.જી. પટેલના ઘર સામેની સ્ટ્રીટ લાઈટ બંધ છે. શેરી નંબર 3માં ભરતભાઈ મીરાણીના ઘરની સામે થાંભલામાં સાર્વજનિક પ્લોટની બાજુની લાઈટ બંધ છે. એવન્યુ પાર્ક મેઈન રોડ પર એવન્યુ એપાર્ટમેન્ટ પાસેના થાંભલામાં બે લાઈટમાંથી સાર્વજનિક પ્લોટ બાજુની એક લાઈટ બંધ છે. અમી એવન્યુમાં અંદર જતાં જ ધીરુભાઈ કાવઠીયાના ઘર સામેની બે થાંભલાની લાઈટો બંધ છે. એવન્યુ પાર્કના મેઈન ગેટના બહાનરના ભાગની ગેટ ઉપરની લાઈટ બંધ છે. તો આ તમામ લાઈટો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી સતીશભાઈ કાનબારે લેખિત રજૂઆત કરી છે.