મોરબી : રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી 14 દિવસના પેરોલ ઉપર છુટેલ પાકા કામના કેદી હમીરભાઈ રાજાભાઈ બાંભણીયા ઉ.65 રહે.કુંભારવાડા મોરબી વાળાઓના પેરોલ 20 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયા બાદ તા.21મીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ન થઈ ફરાર થઇ જતા પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે પાકા કામના કેદી હમીરભાઈને માંગરોળ તાલુકાના અજાક ગામેથી ઝડપી લઈ રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.