મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદાર બાગ નજીકથી બાઈક ચોરાવાની ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાઇકની ચોરી કરનાર શખ્સને ઝડપી લઈ ચોરીમાં ગયેલ બાઈક કબ્જે કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ નજીકથી ફરિયાદી અમીનભાઈ આશકઅલી જીવાણી રહે.ફિદાઈન પાર્ક, શનાળા રોડ મોરબી વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કામગીરી કરી હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી બાઈક ચોરી કરી જનાર આરોપી મુસ્તાકભાઈ અબ્દુલભાઇ ચાનીયા રહે.કાલિકા પ્લોટ, સતવારા બોર્ડિંગ પાસે, મોરબી વાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.