મોરબી : વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ડો. ભાગ્યેશ જહાની પ્રેરણાથી માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 કલાકે મોરબી-2માં ભાળિયાદ રોડ પર આવેલ શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના સેમિનાર હોલ ખાતે કવિસંમેલન યોજાશે. આ મહોત્સવમાં વક્તા વિશાલ પારેખ, શૈલેશકુમાર કાલરીયા અને રેખા શાહ પોતાનું વક્તવ્ય આપશે. આ મહોત્સવના સંયોજક પ્રો. રામભાઈ વારોતરિયા તેમજ સંચાલન ડો. કવિતાબેન ઝાલા દ્વારા કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનો લાભ લેવા કે. આર. દંગી અને ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.