મોરબી : 14 ફેબ્રુઆરીના રોજ મોરબીના વિરપરના નવયુગ સંકુલ ખાતે માતા- પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોએ ડાન્સ અને નાટ્યકરણ દ્વારા માતા પિતાની લાગણી સમજે તે રીતે સુંદર રજુઆત કરી હતી. ધોરણ 7ના વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતા સાથે બેસીને કૃતજ્ઞતા કાર્યક્રમ રજૂ કર્યો હતો. પૈજા રવિરાજભાઈ તથા બેંજો વાદક તથા ભજનીક એવા શૈલેષભાઇ મહારાજથી કરુણ રસ સાથે સાહિત્ય ધર્મ-નૈતિકતા સાથે ગાયન-વાદન રજૂ કરાયું હતું. વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરી આરતી ઉતારી હતી.