ચાર વિભાગોમાં યોજાનાર આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાગ લેશેટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મી જન્મજયંતિ અને આર્ય સમાજ માનવ સેવાના 150 સ્વર્ણિમ વર્ષ અંતર્ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ ઋષિ બોધોત્સવ 2025 મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાત કિલોમીટર રન કરવાનું રહેશે. આ મેરેથોન દોડ ચાર વિભાગોમાં યોજાશે. જેમાં પ્રથમ વિભાગમાં 15 થી 40 વર્ષના ભાઈઓ, બીજા વિભાગમાં 41 થી વધુની ઉંમરના ભાઈઓ, 15થી 40 વર્ષની બહેનો તેમજ 41 વર્ષથી વધુ ઉંમરની બહેનો ભાગ લઈ શકશે. આ મેરેથોન માટે દોડ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 6:30 કલાકે રાજકોટ મોરબી હાઇવે આર્ય વિદ્યાલયમ્ ની સામે જબલપુરના પાર્ટીએથી શરૂ થશે ત્યાંથી જબલપુર ગામ માંથી પસાર થઈ જામનગર હાઇવે ના જબલપુરના પાટીયા થી તાલુકા પંચાયત લતીપર ચોકડી અને મહાલય સુધીની રહેશે. આ દરમ્યાન ટંકારા ટ્રસ્ટના તમામ સદસ્યોની ઉપસ્થિત રહેશે. આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી ઘણા દોડવીર ભાઈઓ બહેનોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા માટે આવવાના છે. તેમજ તેમની સુવિધા માટે રસ્તામાં પાણી અને શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ત્યારે આ મેરેથોનમાં ભાગ લેવા માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ (ટંકારા), આર્યસમાજ (ત્રણહાટડી) (ટંકારા), આર્યડેરી (બજાર લાઈન) (ટંકારા) ખાતે નામ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. મહત્વનું છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ મહાશિવરાત્રી નિમિતે ભવ્ય ઋષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ સાત કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.