મોરબી : મોરબી શહેરના ઇન્દિરાનગર - મંગલમ વિસ્તારમાં રહેતા યુવકે કોઈપણ કારણોસર ટીબીની દવા પી લેતા પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ પથુભાઈ માનેવાડિયા ઉ.41 નામના યુવકે કોઈ પણ કારણોસર ટીબીની દવા પી લેતા પ્રથમ સમર્પણ હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.