મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ગતરોજ તા. 15-2-2025ને શનિવારના યુનિક સ્કૂલ ઉમા ટાઉનશિપ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. આ સાથે જ શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમ ને સફળ બનાવવામાં પોતાની હાજરી નોંધાવી હતી. આ દરમ્યાન ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈએ હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. તેમજ એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવા શપથ લીધા હતા.