મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ પણ ચેસ પર હાથ અજમાવ્યોમોરબી : આજ રોજ મોરબી ખાતે લીઓ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચેસ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સ્વપ્નિલ ખરે, લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટવાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, નીલકંઠ વિધાલયના જીતુભાઈ વડસોલાએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સ્વપ્નિલ ખરેએ પણ ચેસની રમતમાં હાથ અજમાવ્યો હતો અને સ્પર્ધામાં આવેલા સ્પર્ધકોને ખૂબજ પ્રેરણા રૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પર્ધામાં જૈનિલ પટેલ, અચ્યુત વરસડા, દીપ પરમાર, હિમાંશુ પાટડિયા, કિશન ભુવાને રોકડ પુરસ્કાર તેમજ બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા લીઓ ક્લબ મોરબી સિટીના પ્રમુખ લીઓ વૃતિક બારા, ખજાનચી લીઓ ઉર્વેશ માણેક, લીઓ વાસુ રૂપાલા, લીઓ બંસી રૂપાલા, લીઓ હાર્દિક લીઓ, લીઓ હેલી કોટેચા, કલબ ચાર્ટર પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા તેમજ લાયન્સ ક્લબ મોરબી સિટીના ટી. સી. ફુલતરીયા, ઉપેશ પાડલીયા, રશ્મિકા રૂપાલા સહિતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.