તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર 44.51 % અને સરવડ બેઠક પર 48.71 % ટકા મતદાન મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં હળવદ નગરપાલિકાના સાતેય વોર્ડમાં કુલ 48.47 % અને વાંકાનેર નગરપાલિકાના સાતેય વોર્ડમાં 34.98 % મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 44.51 % અને માળિયા (મિયાણા)ની સરવડ બેઠક પર 48.71 % મતદાન નોંધાયું છે.