મોરબી : ઇન્ડિયન લાઈન્સ કલબ મોરબી દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં મોટી સંખ્યામાં મોરબીના ભાઈઓ બહેનો અને બાળકોએ ભાગ લઈ પોતાનો દેશ પ્રેમ દાખવ્યો હતો. જજ તરીકે કૌશિકાબેન રાવલ અને મકબુલ સર વાલેરાએ સેવા આપી હતી. તેમજ મોરબીના અગ્રણીઓ જયરાજસિંહ જાડેજા, હંસાબેન પારગી પણ આ હરીફાઈમાં હાજરી આપી હતી. આ હરીફાઈ માટે દેવેનભાઈ રબારી, દિલીપભાઈ અગેચાણીયા, નિરવભાઈ રાવલ, સુનિતાબેન દોશી, ઇલાબેન દોશી અને સાધનાબેન ઘોડાસરાએ પોતાનો આર્થિક સહયોગ પણ આપ્યો હતો. આ હરીફાઈમાં ભાગ લેનાર સ્પર્ધકોને નેશનલ સિક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શ્યોર ગીફ્ટ પણ આપવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં વિજેતાઓને ક્લબ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ મોરબીના દરેક નાગરિકો મહેમાનો અને ક્લબ મેમ્બર્સનો ખુબ ખુબ આભાર માન્યો હતો.