મોરબી : આજરોજ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હળવદ નગરપાલિકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં સાતેય વોર્ડમાં કુલ 63.61 % અને વાંકાનેર નગરપાલિકાના સાતેય વોર્ડમાં 51.52 % મતદાન નોંધાયું છે. એટલે કે હળવદ નગરપાલિકામાં મતદારોએ સારો ઉત્સાહ દાખલ્યો હતો જ્યારે વાંકાનેર નગરપાલિકામાં થોડું ઓછું મતદાન જોવા મળ્યું છે.