ધીમી ગતિએ ચાલતા કામના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી : અંતે આજથી રોડનું કામ ઝડપી બનાવાતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ગોકળગતિએ ચાલતા રોડના કામથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ મામલે સમાચારમાં અહેવાલો પ્રસિદ્ધ થતા રોડનું કામ આજથી ઝડપભેર શરૂ કરવામાં આવ્યું છે. રામધન આશ્રમ નજીકના પુલથી મહેન્દ્રનગર ચોકડી સુધી ફોર લેન રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. જે કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 20 દિવસથી મશનરી ધૂળ ખાતી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા. આ મામલે સ્થાનિકોની વ્યથાને વાચા આપવા મોરબી અપડેટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અહીં આજથી રોડનું કામ ઝડપભેર શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે.