મોરબી : મોરબીના લુહાર સમાજના સુરેશભાઈ ભુરાભાઈ મકવાણાના પુત્ર અને આરએમ ઓટોના નામથી મલ્ટી કાર ડીલર અને ઈન્સ્યુરન્સ એડવાઈઝર તરીકે કામ કરતાં રાહુલ (રાજ) મકવાણાને હાલમાં જ TATA AIG ઈન્સ્યુરન્સ કંપની તરફથી ઈન્ટરનેશનલ કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડથી રાહુલ (રાજ) મકવાણાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે આ એવોર્ડ મળતા મોરબી શહેર અને લુહાર સમાજનું ગૌરવ વધાર્યું છે.