2860 મણ કપાસની આવક, ભાવ 1465 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 15 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર અને ગુવાર બી તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 572 ક્વિન્ટલ એટલે કે 2860 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1465 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 68 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 676, તલના 1930, જીણી મગફળીના પ્રતિમણ 1026, જીરુંના 3950, તુવેરના 1468 અને ગુવાર બીના 1001 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.