મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામે આગામી તારીખ 17 ફેબ્રુઆરી ને સોમવારના રોજ સામા કાંઠાવાળી મેલડી માતાજીના મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ઓધવજીભાઈ મોમુભાઈ પરમાર દ્વારા આયોજિત આ મેલડી માતાજીના મંડળમાં રાજા મોમાઈ ડીજેના સથવારે માતાજીની આરાધના કરવામાં આવશે. આ પ્રસંગે ભુવા ભગતભાઈ ધંધુકીયા અને જશાભાઈ રૂદાતલા ઉપસ્થિત રહેશે. તો સૌને આ મેલડી મંડળ નિહાળવા પધારવા આમંત્રણ પાઠવાયું છે.