એક દીપડો પાંજરે પુરાયા બાદ ખેત મજૂરોએ વધુ બે દીપડા જોયા : એક વાછરડાનું મારણ પણ કર્યુંમોરબી : મોરબીના ચકમપર ગામ પાસે એક દીપડો પકડાયા બાદ ફરી વધુ બે દીપડાએ દેખા દીધી હોવાના વાવડ મળી રહ્યા છે. ચકમપર અને ઝીકિયાળી આ બે ગામમાં દીપડો આવ્યો હોવાની ગ્રામ પંચાયતે વન વિભાગને જાણ કરી છે. તાજેતરમાં જ ચકમપર ગામે દીપડાએ બકરીનું મારણ કર્યું હોય આ મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પાંજરા મૂકી એક દીપડાને પકડ્યો હતો. હવે ફરી વધુ બે દીપડા આ વિસ્તારમાં દેખાયા હોવાની ચકમપર અને ઝીકિયાળી ગ્રામ પંચાયતે વન વિભાગને જાણ કરી છે. વધુમાં ચકમપરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર દીપડાએ એક વાછરડાનું મારણ પણ કર્યું છે. આ મામલે વન વિભાગને જાણ કરાઈ છે પણ તેને કોઈ કાર્યવાહી કરી નથી. હાલ ખેડૂતોને ખેતરે જતા પણ ભયનો સામનો કરવો પડી રહ્યો છે.