બે આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર, અન્ય બે આરોપીને રિમાન્ડ માટે હવે કોર્ટમાં રજૂ કરાશે : એક આરોપી હજુ પકડવાનો બાકી મોરબી : મોરબીમાં વ્યાજની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરી માર મારવાના પ્રકરણમાં પોલીસે પાંચ પૈકી ચાર આરોપીને પકડી પાડ્યા છે. જેમાંથી બે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર પણ લેવાયા છે. હજુ બે આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં હાજર કરવામાં આવશે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.11 ફેબ્રુઆરીના રોજ ફરીયાદી વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા રહે. મોરબી પંચાસર રોડ, રાજનગર સોસાયટીની સામે ઉમીયાજી સોસાયટી સ્વર્ણભુમી એપાર્ટમેન્ટ વાળાએ આરોપી આશીષ સંઘાણી પાસેથી છ માસ પહેલા ધંધા અર્થે રૂપીયા ત્રણ લાખ માસીક ૨૧ ટકા વ્યાજે રૂપીયા લીધેલ હોય અને તે રૂપીયા પરત આપી દીધેલ હોવા છતા આરોપી આશીષ સંઘાણી તથા અન્ય આરોપીઓએ ફરીયાદીનું અપહરણ કરી વ્યાજના સાત લાખની માંગણી કરી માર મારતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસે આશીષભાઈ હેમંતભાઈ આદ્રોજા રહે. મોરબી ફ્લેટનં.૬૦૨ ગોલ્ડન વ્યુ બી એપાર્ટમેન્ટ શકિતટાઉનશીપ, રોહીત ઉર્ફે જીગો શંકરભાઇ કૈલા રહે.મોરબી પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદીર વાળીશેરી વાળાની અટકાયત કરી નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીના દિન-3 ના તા.17સુધીના રીમાન્ડ મંજુર કરવામા આવેલ છે.ઉપરાંત અન્ય આરોપી કૃતિક ઉર્ફે જયેશ પ્રભુભાઇ રૂપાલા રહે પંચાસર રોડ શ્યામપાર્ક મોરબી તથા ચિરાગભાઈ ભાઈલાલભાઈ પટેલ રહે.મોરબી શનાળા રોડ રેવા ટાઉનશીપ ચોથામાળે વાળાઓને અટક કરી રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવનાર છે.તેમજ આરોપીઓ પાસેથી બનાવ સમયે ઉપયોગમા લીધેલ હથીયાર કબ્જે કરવામા આવેલ છે.તેમજ આકામે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે આશીષ સંઘાણી રહે.મોરબી વાળાની હાલ શોધખોળ ચાલુ છે. તેમ એ ડિવિઝન પોલીસની યાદીમાં જણાવાયું છે.