મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામથી કાલિકા નગર જવાના રસ્તે આવેલ સિમેન્સ ગામેશા લિમિટેડ કંપનીની પવનચક્કીમાં ઉપર જવા માટે રાખેલા દરવાજાના તાળા તોડી બે અજાણ્યા શખ્સોએ કેબલ ચોરવા પ્રયાસ કરતા પવનચક્કી કંપનીના કર્મચારીએ સીસી ટીવી ફુટેજના આધારે બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.