મોરબી : માતૃશ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અલ્પાબેન કક્કડ દ્વારા શ્રી સાંઈમંદિરના મહંત બાબુભાઈના સહયોગથી બાજીરાજબા અનાથ આશ્રમ અને મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહમાં ગુલાબજાંબુ સહિતનુ ભોજન કરાવ્યું હતું.અલ્પાબેન કક્કડ દ્વારા આ ઉપરાંત દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી વિનામૂલ્યે કઢી ખિચડી જમાડવામાં આવે છે. સાથે મોરબીમાં કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.