વાંકાનેર ઢુંવા ચોકડીએ પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં મૃત્યુવાંકાનેર : ઈન્ટરનેટના આજના યુગના ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન ગેમોની ભરમાર વચ્ચે મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં સરતાનપર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન ઓનલાઈન લુડો ગેમમાં પૈસા હારી જતા ઉંદર મારવાની દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટો સિરામિક ફેકટરીમાં કામ કરતા પ્રિન્સસિંહ તિલકધારીસિંહ ઉ.19 નામનો યુવાન જુબી લુડો નામની ઓનલાઈન ગેમમાં રૂપિયા 40 હજાર હારી જતા ચિંતામાં ગરક થઈ ઢુંવા ચોકડીના પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે જબલપુર મધ્યપ્રદેશ લઈ જવામાં આવતા તા.12 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.