રેલવે દ્વારા ટ્રાફિકનું રીપેરીંગ કામ કરાવવામાં આવે તેવી માંગમોરબી : મોરબીમાં છેલ્લા થોડા દિવસોથી નટરાજ ફાટકમાં યાંત્રિક ખામી હોવાના લીધે ખુલવામાં વિલંબ થાય છે. જેને કારણે ટ્રાફિક જામ થવાનો પ્રશ્ન સર્જાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મહારાણા પ્રતાપ સર્કલ તરફથી મોરબી શહેરમાં વાહનો પ્રવેશે છે તેને નટરાજ ફાટકેથી પસાર થવામાં વિલંબ થાય છે. ટ્રેન પસાર થયા બાદ યાંત્રિક ખામીને કારણે અહીં ફાટક ખુલવામાં બહુ જ વાર લાગે છે. જેના કારણે અસંખ્ય વાહનચાલકો, એસટી બસો તેમજ દર્દીઓને લઈ જતા વાહનો પરેશાન થાય છે. સતત ટ્રાફિક જામ થવાથી ટ્રાફિક પોલીસની દોડધામ પણ વધી જાય છે. રેલવે રાત્રીના સમયે આ ફાટકનું રીપેરીંગ કરે તેવી માંગ ઉઠી છે.