12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બજરંગ ઇલેવન ચેમ્પિયન બનીહળવદ : હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ગત તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ હળવદ તાલુકા સતવારા સમાજ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદની જુદી જુદી 12 ટીમોએ ભાગ લીધો હતો.13 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ હોય જેથી બજરંગ ઇલેવન હળવદ અને સિધ્ધનાથ સુપર કિંગ નવા માળીયાદ વચ્ચે બરાબરીનો મુકાબલો જામ્યો હતો અને અંતે ભારે રસાકસી બાદ બજરંગ ઇલેવન હળવદ ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે સિદ્ધનાથ સુપર કિંગ નવા માલણીયા રનર્સઅપ તરીકે રહી હતી.જેથી ચેમ્પિયન બનેલ ટીમને 8100 અને રનર્સઅપ ટીમને 4100ની રોકડ પુરસ્કાર આપવામાં આવી હતી.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા હળવદ તાલુકાના દલવાડી સમાજના ઈતેશભાઈ રાઠોડ,પ્રવીણભાઈ કણઝરીયા,મહિપતભાઈ ચાવડા, સનીભાઈ દલવાડી,સહદેવ ભાઈ સોનગરા,દેવજીભાઈ કણઝરીયા, વિનોદભાઈ તારબુંદીયા,અશ્વિનભાઈ તારગુંદીયા સહિતનાઓ જોડાયા હતા.