મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઘુંટુ નજીક જીજે - 36 - એએફ - 2206 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે ડિસ્કવર બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ કાલિયા નામના વ્યક્તિને ગત તા.7 ના રોજ હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રવીણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગર મૃતકના પુત્ર વિપુલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.