ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે ચેકીંગ દરમિયાન મોરબીના બે શખ્સ ઝડપાયામોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે ગતરાત્રીના કોમ્બિંગ નાઇટ દરમિયાન સઘન વાહન ચેકીંગ કરી મોરબી - કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી ઝાયલો અને સ્વીફ્ટ કારના ચાલકને 800 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે કોમ્બિંગ નાઇટ દરમિયાન મોરબી - કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ શરૂ કરતાં જીજે - 03 - સીઆર - 5409 નંબરની મહિન્દ્રા ઝાયલો કારમાંથી 550 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1,10,000 મળી આવતા આરોપી તૈયબ ગુલમામદ માણેક ઉ.35 રહે.વીસીપરા મોરબી, મૂળ રહે.શિકારપુર તા.ભચાઉ, કચ્છ વાળાને 4 લાખની ઝાયલો કાર સહિત કુલ રૂપિયા 5.10 લાખ સાથે અટકાયતમાં લીધો હતો.જ્યારે વાહન ચેકીંગ દરમિયાન જ જીજે -03 - સીઇ - 3771 નંબરની મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પસાર થતા કારને અટકાવી તલાશી લેવામાં આવતા આરોપી પારસ દિનેશભાઇ સોલંકી રહે.શોભેશ્વર રોડ મોરબી વાળાના કબ્જામાંથી 250 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 50 હજાર મળી આવતા 2 લાખની કાર સહિત 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.