જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતમોરબી : માળિયા મિયાણા તાલુકાના મહેન્દ્રગઢ-દેરાળા ગામના રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વળાંક પાસેનું જર્જરીત નાલુ તાત્કાલિક બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે માળીયા મિયાણા તાલુકાના મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર મહેન્દ્રગઢ ગામ તરફના વળાંક પાસેનું નાલુ ખુબ જ જર્જરીત હાલતમાં છે. આ જર્જરીત નાલાના કારણે ઉપરવાસના વિસ્તારમાં પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે. જેના કારણે ખેડુતોના પાક તથા જમીનોને ભારે નુકશાન થાય છે.આ અંગે મહેન્દ્રગઢ ગામના ગામ લોકોએ અવારનવાર લેખીત તથા મૌખીક રજુઆત પણ કરેલ છે. તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ જર્જરીત નાલાના કારણે ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના બને તેવી દહેશત છે. જેથી જર્જરીત નાલુ અગ્રતાના ધોરણે બનાવી આપવા માંગ છે.