1 લાખનું 70 હજાર વ્યાજ વસૂલી વધુ 1.70 લાખની પઠાણી ઉઘરાણીમોરબી : મોરબીમાં પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો લખણ ઝળકાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કર્યાનું ઘટના બાદ વધુ એક વ્યાજખોર વિરુદ્ધ 30 ટકા વ્યાજ વસૂલી 1.70 લાખ વસૂલવા યુવાનને જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.મોરબી શહેરમાં નાની વાવડી રોડ ઉપર બાપા સીતારામ મઢુંલી પાસે ભક્તિનગરમા રહેતા હર્ષદભાઈ મનુભાઈ કણઝારિયા ઉ.28 નામના યુવાને આરોપી કૃણાલ શાહ રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, હર્ષદભાઈએ કૃણાલ પાસેથી એક લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા બાદ 70 હજાર ચૂકવી દેવા છતાં આરોપી કૃણાલે વધુ 1.70 લાખ વસૂલવા ગાળો આપી બળજબરીથી નાણાં કઢાવવા માટે જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે હર્ષદભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.