મહોત્સવમાં 1008 પોથીયાત્રા, શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ, 1008 વાનગી અન્નકૂટ, શ્રી હરિયાગ યજ્ઞ, મહામંત્ર ધૂન, શાકોત્સવ, રાજોપચાર પૂજન, મેડિકલ કેમ્પ, મહિલા મંચ મુખ્ય આકર્ષણ મોરબી : મોરબીમાં બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની દિવ્ય નિશ્રાએથી પ.પૂ. સદગુરુવર્ય શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી તા. 6-3-2025થી 12-3-2025 દરમ્યાન રજત જયંતિ મહોત્સવનું આયોજન પ.પૂ. સદગુરુશ્રી ચૈતન્યપ્રીયદાસજી સ્વામી અને પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વક્તા પ.પૂ.શાસ્ત્રી શ્રી જગતપ્રસાદ દાસજી સ્વામી અને પ.પૂ. પુરાણી શ્રી દિવ્યપ્રકાશદાસજી સ્વામી વ્યાસપીઠે બિરાજી બપોરે 3 થી 6 અને રાત્રે 8 થી 11 કલાક દરમ્યાન કથાનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં તા. 6 માર્ચના રોજ સવારે 5:45 કલાકે મંગળા આરતી, સવારે 6 કલાકે અભિષેક દર્શન, સવારે 8 કલાકે અન્નકૂટ આરતી, 8:15 કલાકે હરિયાગ પ્રારંભ, 8:30 કલાકે પોથીયાત્રા પ્રારંભ, 10:30 કલાકે મહોત્સવ ઉદ્ઘાટન, 11 કલાકે મહોત્સવ દીપ પ્રાગટય, 11:15 કલાકે મંગળ ઉદબોધન તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7ને શુક્રવારના રોજ રાત્રે 11 કલાકે ઘનશ્યામ જન્મોત્સવ, તા. 8ને શનિવારના રોજ સાંજે 5 કલાકે શ્રી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા, બપોરે 3 થી 6 કલાક દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રે 11 કલાકે ગાદી અભિષેક, તા. 9ને રવિવારના રોજ બપોરે 1 થી 3 કલાક દરમ્યાન મહિલા મંચ, 4 થી 6 કલાક દરમ્યાન સર્વરોગ નિદાન કેમ્પ, સાંજે 6 કલાકે સમૂહ આરતી, તા. 11ને મંગળવારના રોજ 1008 વાનગી મહા અન્નકૂટ દર્શન, સાંજે 5:30 કલાકે શિક્ષાપત્રી પૂજન, તા. 12ને બુધવારના રોજ રાત્રે 10:30 કલાકે કથા વિરામ, રાત્રે 10:45 કલાકે આશીર્વાદ યોજાશે. આ મહોત્સવ દરમ્યાન દૈનિક કાર્યક્રમમાં સવારે 6:30 થી 7 કલાક દરમ્યાન મંદિરમાં રાજોપચાર પૂજા, સવારે 7 થી 7:30 કલાકે મંદિર સભા મંડપ વચનામૃત કથા, સવારે 8 થી 12 કલાકે મંદિર સભા મંડળ શ્રી હરિયાગ દર્શન, 7:30 થી 10:30 કલાકે જપયજ્ઞ, બપોરે 3 કલાકે કથા ગંગા, અને સાંજે 6 કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.