બાઈકર્સ દ્વારા ત્રણેય નવા બાઈકના પર્ફોમન્સ રજૂ કરાશે : આકર્ષક ઇનામો સાથે અવનવી ગેમ્સનું પણ આયોજન, ભાગ લેનાર તમામ માટે લક્કી ડ્રો : પરિવાર કે મિત્રો સાથે આ ધમાકેદાર ઇવેન્ટ માણવા જેવી બની રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ બજાજ આવતા શનિવારે ત્રણ સુપર બાઈકસનું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે. આ નિમિતે એક શાનદાર પબ્લિક ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માણવા જેવી હશે, જેમાં પરિવાર કે મિત્રો સાથે પધારવા શિવમ બજાજે આમંત્રણ આપ્યું છે. શિવમ બજાજની યાદીમાં જણાવ્યા મુજબ વર્ષો જૂનો વિશ્વાસ એટલે બજાજ.. બજાજ હવે યંગસ્ટર્સને પસંદ પડે તેવા સુપર બાઈકસ પણ માર્કેટમાં લાવી રહ્યું છે. આવા જ ત્રણ બાઇક NS400z તથા N160 સિંગલ સીટ અને NS125 ABSનું લોન્ચિંગ તા.15ને શનિવારના રોજ સાંજે 4 વાગ્યે મોરબી- રાજકોટ હાઇવે ઉપર કામધેનુ ગાર્ડનની બાજુમાં આવેલ ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ વેળાએ સાંજે 4થી 8 વાગ્યા સુધી એક ભવ્ય પબ્લિક ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં બાઈકર્સ દ્વારા આ ત્રણેય બાઈકનું પર્ફોમન્સ પણ રજૂ કરવામાં આવશે. સાથે ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે. ઉપરાંત ભાગ લેનાર માટે પણ લક્કી ડ્રો રાખવામાં આવ્યો છે. તેમને પણ ઇનામો મળશે. આ ઇવેન્ટ પબ્લિક ઇવેન્ટ છે. જેમાં કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. પરિવાર કે મિત્રો સાથે આ ઇવેન્ટમાં પધારો અને શનિવારની સાંજને મન ભરીને માણો. ઇવેન્ટ તા. 15 ફેબ્રુઆરી, શનિવારસમય : સાંજે 4થી 8લોકેશન : ક્રિષ્ના ગ્રાઉન્ડ કામધેનુ ગાર્ડનની બાજુમાં, મોરબી- રાજકોટ હાઈવે, મોરબી