મોરબી : મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી રૂ.૪૮ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મુકેશભાઇ લખમણભાઇ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ, બોરીયાપાટી ભાંડીયાની વાડી વાળા પોતાના કબ્જા વાળા મકાનમા દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જેમાં આધારે રેઈડ કરતા રહેણાંક મકાને દરોડો પાડતા મુકેશભાઇ લખમણભાઇ નકુમને ઇંગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૮,૪૫૬/-ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. આ મુદામાલ આપનાર ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે.મોરબી વાવડી રોડ હદાણીની વાડીવાળો નહી મળી આવતા તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.