ધ્રોલ : સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા ઓલ ગુજરાત ધ્રોલ તાલુકાના ખારવા ગામે સુરાપુરા દાદાના સાનિધ્યમાં તા. 16-2-2025 ને રવિવારના રોજ વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 15-2-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે અમદાવાદના ઉમિયા ક્લાવૃંદ ઓરકેસ્ટ્રાના સથવારે ભારતીબેન કાસુન્દ્રા અને વિશાલભાઈ કાસુન્દ્રા ધૂમ મચાવશે. તા. 16-2-2025 ને રવિવારના રોજ સવારે 6 કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. બપોરે 11 કલાકે મહાપ્રસાદ તથા બપોરે 1 કલાકે શ્રીફળ આહુતિ આપવામાં આવશે. આ યજ્ઞમાં આશરે પરિવારના 5000 જેટલા સભ્ય ભેગા થશે. આ મહાપ્રસાદના દાતા ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા છે. ત્યારે આ યજ્ઞમાં સમસ્ત કાસુન્દ્ર પરિવારને ઉપસ્થિત રહેવા પ્રાણજીવનભાઈ નાગજીભાઈ કાસુન્દ્રા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા મો. નં. 95100 10046 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.