મોરબી : મોરબીમાં મહાપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અને દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે લોકોને ખબર પડી કે નહેરૂ ગેટ ચોક તો વિશાળ છે. અત્યાર સુધી દબાણને કારણે આ ચોક નાનો અને ગીચ દેખાતો હતો. પણ મહાપાલિકાએ આજે દબાણો દૂર કરી અને સાફ સફાઈ કરીને ચોકને ચોખ્ખો ચણાક બનાવી દીધો હતો એટલે આ ચોકનો નઝારો જોવા લાયક બન્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે લોકડાઉન વખતે આ ચોક આટલો વિશાળ દેખાતો હતો. ત્યારબાદ હવે છેક આ ચોકની વિશાળતા જોવા મળી છે.