મોરબી : નવયુગ વિદ્યાલયમાં વેલેન્ટાઈન દિવસને બદલે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ- ચારથી આઠના વિદ્યાર્થીઓ મોટાભાગે પોતાના માતા પિતા અને દાદા દાદી તેમજ ગુરુજન સાથે આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતીના સુરેન્દ્રનગરથી વિદ્વાન વક્તા દેવિકાબેનની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમણે માતા-પિતાને લગતી રહસ્યમય તેમજ કાર્તિકેય અને ગણેશજીને લગતી આધ્યાત્મિક વાતો કરી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ભાવવિભોર બનાવી દીધા હતા, એવમ વિદ્યાર્થીઓ માતા-પિતાનું મહાત્મ્ય સમજી અને જીવનમાં પ્રેરણાદાયક વચનોથી બંધાઈને આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને આવનારી પેઢીને એક નવો ચિતાર આપ્યો હતો.